NATIONAL

મોદી કેબિનેટમાં એક સાંસદ પાસે 3 મંત્રાલયો તો 13 સાંસદો પર બે-બે મંત્રાલયની જવાબદારી

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રવિવારે તેમની સાથે તેમની કેબિનેટમાં સામેલ સાંસદોએ પણ શપથ લીધા હતા. PM મોદીની કેબિનેટની પ્રથમ બેઠક સોમવારે થઈ હતી અને મંત્રાલયોની પણ વહેંચણી કરવામાં આવી હતી. નવી સરકારમાં ઘણા મોટા મંત્રાલયો એ જ નેતાઓ પાસે છે જે ગત વખતે હતા. મોદી સરકારના અગાઉના બે કાર્યકાળની સરખામણીમાં આ વખતે મંત્રાલય સૌથી મોટું છે. પીએમ મોદી સિવાય કેબિનેટમાં 71 મંત્રીઓ છે.

આજે યોજાયેલા મંત્રાલયોના વિભાજનમાં એક મંત્રીને ત્રણ મંત્રાલય મળ્યા છે જ્યારે ઘણા નેતાઓને 2-2 મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કેબિનેટમાં પ્રવેશ કર્યો છે અને તેમને મહત્વપૂર્ણ આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું છે. અગાઉની સરકારમાં રેલ્વે મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર અશ્વિની વૈષ્ણવને આ વખતે ત્રણ વિભાગો આપવામાં આવ્યા છે. પ્રથમ વખત કેબિનેટમાં આવેલા શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરને પણ બે-બે મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

અમિત શાહ – ગૃહ મંત્રાલય, સહકાર મંત્રાલય

જેપી નડ્ડા –  આરોગ્ય મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલય

શિવરાજસિંહ ચૌહાણ –  કૃષિ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય

નિર્મલા સીતારમણ – નાણા મંત્રાલય, કોર્પોરેટ બાબતોનું મંત્રાલય

એચડી કુમારસ્વામી – ઉદ્યોગ મંત્રાલય, સ્ટીલ મંત્રાલય

મનોહર લાલ ખટ્ટર – ઉર્જા મંત્રી, શહેરી વિકાસ મંત્રાલય

લલન સિંહ – પંચાયતી રાજ મંત્રાલય, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય

અશ્વિની વૈષ્ણવ – રેલ્વે મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, આઈટી મંત્રાલય

જ્યોતિરાદિત્ય સિંધિયા – ટેલિકોમ મંત્રાલય, ઉત્તર પૂર્વ વિકાસ મંત્રાલય

ગજેન્દ્ર સિંહ શેખાવત – સંસ્કૃતિ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય

કિરેન રિજિજુ – કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલય, લઘુમતી બાબતોના મંત્રાલય

મનસુખ માંડવિયા – શ્રમ અને રોજગાર મંત્રાલય, રમતગમત અને યુવા બાબતોનું મંત્રાલય

જી કિશન રેડ્ડી – કોલસા મંત્રાલય, ખાણ મંત્રાલય

ચિરાગ પાસવાન – રમતગમત અને યુવા કલ્યાણ મંત્રાલય, ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય

Back to top button
error: Content is protected !!