ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં ગરીબ લાભાર્થીઓના આવાસ મંજુર કરવા માંગ ઉઠી, ઝુંપળપટ્ટીમાં રહેવા મજબુર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં ગરીબ લાભાર્થીઓના આવાસ મંજુર કરવા માંગ ઉઠી, ઝુંપળપટ્ટીમાં રહેવા મજબુર

એક વર્ષ અગાઉ આવાસ માટે લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતા પરંતુ આવાસો મંજુર ન થતાં લાભાર્થીઓમાં રોષ

મેઘરજ તાલુકામાં કેટલાય ગરીબ લાભાર્થીઓ હજુ ઝૂપડ પટ્ટીમાંજ રહે છે પી.એમ.વાય યોજના અને પંડીત દીનદયાલ યોજના અંતર્ગત લાભાર્થીઓએ એક વર્ષ અગાઉ મકાન સહાય માટે ફોર્મ ભર્યા હતાં પરંતુ હજુ સુધી લાભાર્થીઓના આવાસનુ સર્વે અને મંજુરી ન મળતાં કેટલાય ગરીબ વર્ગના લાભાર્થી ઓ જર્જરીત મકાનોમાં વસવાટ કરી રહ્યાછે ત્યારે ગરીબી રેખા હેઠળ ના લાભાર્થીઓ તંત્ર સામે રોષે ભરાયાછે

મેઘરજ તાલુકામાં પી.એમ.વાય યોજના અને પંડીત દીનદયાલ યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓએ આવાસ સહાય માટે ફોર્મ ભરાયા હતા જેનો એક વર્ષ ઉપરનો સમય થયો છતાં આજદીન સુધી લાભાર્થીઓના આવાસ મંજુર થયા નથી તો ગણા એવા પણ ગરીબ વર્ગ હેઠળ જીવતા લોકોછે જેમને પાકા મકાનની જરૂરછે પરંતુ લાભાર્થી યાદીમાં નામ ન હોવાથી મકાન સહાય મળી રહી નથી અસંખ્ય લોકો હજુ તેમના જુપડા તેમજ જર્જરીત મકાનો ઉપર વર્ષોથી ટાટ પત્રી નાખીને વસવાટ કરી રહ્યાછે કેટલાક ને મકાનો ધરાશય થઇ ચુક્યાછે તે તંબુમાં વસવાટ કરી રહ્યાછે એક વર્ષ ઉપરનો સમય વીત્યા છતાં આવાસ મંજુર નથતાં લાભાર્થીઓ તંત્ર સામે રોષે ભરાયાછે  તાલુકાના ગરીબ વર્ગના લોકોની માંગછે કે જેલોકોના લાભાર્થીમાં નામ નથી જે સર્વે કરી નામ ઉમેરવામાં આવે તેમજ જે લાભાર્થીઓએ આવાસ માટે ફોર્મ ભર્યાછે તેમના આવાસો જડપ થી મંજુર કરવા માંગ ઉઠીછે

Back to top button
error: Content is protected !!