વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
આછવણી પ્રગટેશ્વર મહાદેવ ભક્તિધામના સ્થાપક અને ધર્માંચાર્ય પરભૂ દાદાના જન્મ દિવસ નિમિત્તે તેમના ઘેજ નિવાસી પરમ ભક્ત મયુરભાઈ પટેલ દ્વારા ઘેજ હાઇસ્કૂલના છાત્રોને નોટબુક વિતરણ કરવાનો કાર્યક્રમ ચીખલી તાલુકા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.જેમાં હાઈસ્કૂલના ચેરમેન મોહનભાઇ પટેલ,શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો સહિત ઠાકોરભાઈ પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય દાદાના 85માં જન્મદિન પ્રસંગે કંઈક સેવાનું કામ કરવાનો મોકો મળ્યો અને ગામની જ શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું હતું.વધુમાં તેમણે કહ્યું કે પરભુદાદાના આશીર્વાદ હંમેશા એમના ભક્તો ઉપર બની રહે અને એમનું આયુષ્ય લાંબુ અને સેવામય બની રહે એવી પ્રાર્થના એમના જન્મદિને કરી હતી.