GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના હાઉસિંગ બોર્ડમાં મકાનની છત પરથી પોપડા પડ્યા બાદમાં છત અચાનક નિચે પડી : પરીવાર ના સભ્યો નો આબાદ બચાવ

 

MORBI:મોરબીના હાઉસિંગ બોર્ડમાં મકાનની છત પરથી પોપડા પડ્યા બાદમાં છત અચાનક નિચે પડી : પરીવાર ના સભ્યો નો આબાદ બચાવ

 

Oplus_0

મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના એક ફ્લેટમાં આજ રોજ છતના પોપડા પડતાં અચાનક છત ધરાશાઈ થઈ

મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એમ-72ના પ્રથમ માળે 392 નંબરનું અજયભાઈ છગાણીનું મકાન આવેલું છે. જેમાં આજે સવારે અચાનક છતમાંથી પોપડા પડતાં અચાનક છત ધરાશાઈ થઈ ગયું હતું. જેમાં પંખા સહિતની ચીજવસ્તુને મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

Oplus_0

હાલ જોવા જાયતો હાઉસિંગ બોર્ડમાં અનેક મકાનોની હાલત જર્જરિત છે. સમગ્ર હાઉસિંગ બોર્ડમાં ફૂલ 498 મકાન આવેલા છે જેમાં મોટાભાગના મકાનની હાલત જર્જરિત છે. આ મામલે છેલ્લા બે-ત્રણ વર્ષથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ જવાબ આપતું નથી. આ મકાનોનો સર્વે પણ કરી લેવામાં આવ્યો છે પરંતુ હાઉસિંગ બોર્ડ દ્વારા હાથ ઉંચા કરી લેવામાં આવ્યા છે. અને રહીશોની મંજૂરી વિના જ નોટિસો મારી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, જો કોઈ જાનહાનિ થશે તો હાઉસિંગ બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં.

Oplus_0

Back to top button
error: Content is protected !!