MALIYA MIYANA:ગૌરક્ષકોની ટીમે કતલખાને લઇ જવાતી પશુ ભરેલી ગાડી અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લીઘી
MALIYA MIYANA:ગૌરક્ષકોની ટીમે કતલખાને લઇ જવાતી પશુ ભરેલી ગાડી અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લીઘી
કચ્છ તરફથી અમદાવાદ અબોલ પશુને વાહનમાં ક્રુરતાપૂર્વક ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોય જે પશુ ભરેલ ગાડી ગૌરક્ષકોની ટીમે માળિયાના અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લઈને મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે
મોરબી, ચોટીલા અને રાજકોટ ગૌરક્ષક હિંદુ યુવા વાહિની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી અમદાવાદ તરફ વિરમગામ તરફ એક ગાડી જીજે ૧૨ સીટી ૩૨૭૮ માં પશુને ક્રુરતાપૂર્વક ભરીને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે જે બાતમીને પગલે ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને ગાડી મોડી રાત્રીના માળિયાના અણીયારી ટોલનાકે રોકાવી ચેક કરતા ટ્રકમાંથી ૮ નંગ જીવ મળી આવ્યા હતા અને ટ્રક તેમજ પશુ સહિતનો મુદામાલ માળિયા પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે મુદામાલ અને બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં ગૌરક્ષક કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, હિત રાજસિંહ પરમાર , યશભાઈ વાઘેલા, નિખિલભાઇ ચુડાસમા, તેમજ ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ, ભોલુભાઈ, દેવભાઈ બોરાણા, રાજકોટના ગૌરક્ષક જેકીભાઈ ગજ્જર, કચ્છ ગૌરક્ષક સુરેશભાઈ રબારી, હિરેનભાઈ વ્યાસ ગુજરાત તેમજ લીંબડીના રઘુભાઈ ભરવાડ, ધ્રાંગધ્રાના અપીભાઈ, ગજેન્દ્રભાઈ બાબરા સહિતની ટીમ જોડાયેલ હતી