AHAVADANGGUJARAT

Dang:સુબીરના મહાલ ખાતે ઈન્સ્ટાગ્રામ પર નોકરીની જાહેરાત જોઈને લલચાયેલ યુવકે 22 હજાર ગુમાવવા પડયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના મહાલ ગામ ખાતે યુવકે ઈન્સ્ટાગ્રામ પર નોકરી અંગેની જાહેરાત દર્શાવતી એપ્લિકેશન જોઈ હતી.જે બાદ  એપ્લિકેશન ધરાવતી કંપનીએ યુવકનો સંપર્ક કર્યો હતો.અને ન્યુઝીલેન્ડ ખાતે નોકરી અપાવવાની લાલચ આપી હતી.તેમજ યુવક પાસેથી 22 હજાર રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હતી.સુબીર તાલુકાના મહાલ ગામ ખાતે રહેતા અજયભાઈ રામચંદ્રભાઈ દેશમુખ (ઉ. વ.૨૬) એ ગત નવેમ્બર-૨૦૨૩ માં પોતાના મોબાઇલ ફોન માં ઈન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં રેણુકા કન્સલટેન્સી નામની કંપનીની  નોકરી અંગેની જાહેરાત જોઈ હતી તે પછી યુવકે  કંપનીની એપ્લીકેશન માંથી કંપનીનો નંબર મેળવી કંપનીનો સંપર્ક કર્યો હતો.ત્યારે  કંપનીએ ન્યુઝીલેન્ડની નોકરી અંગે જણાવ્યુ હતુ.અને કંપનીએ  ૨૨ હજાર રૂપીયા ભરવા જણાવ્યુ હતુ.અને કહેલ કે ૬૦ દિવસ ની અંદર ન્યુઝીલેંડનાં વિઝા અપાવી દેશે.જે બાદ  યુવકે  ગૂગલ પે થી ટુકડે ટુકડે 22 હજાર રૂપિયા તે કંપનીને આપ્યા હતા. ત્યાર બાદ કંપની તરફ થી કોઈ રીસ્પોન્સ નહી મળતા યુવકે તેઓને ત્રણેક માસ બાદ વારંવાર ફોન કરતા કંપની એ યુવકની ફાઇલ અંડર પ્રોસેસ હોવાનું જણાવ્યું હતુ.જે બાદ તેઓ ફોન પણ રીસીવ  કરતા નહોતા.અને કંપની એ યુવકને કહેલ કે, “તારા પૈસા તને નહી મળે, અમારી કંપનીમાં રીફંડ પોલીસી નથી અમારૂં અકાઉન્ટ ડી-ફીઝ કરાવી દે નહી તો તને ૫ લાખની મેટર માં ફસાવી દઇશુ’ જેથી યુવકે તેમનો સંપર્ક કરવાનુ બંધ કરી દિધેલ,યુવક સાથે છેતરપિંડી થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!