AHAVADANGGUJARAT

ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આદીવાસી મહાસભા ગુજરાતના નેજા હેઠળ જાહેરસભાનું આયોજન કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આદિવાસી સમાજના કેટલી સામૂહિક અધિકારો તથા વન અધિકાર કાયદા સહિતના વિવિધ મુદ્દાઓને લઇને ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે મહાસભા ગુજરાતના નેજા હેઠળ ડાંગ જિલ્લા આદિવાસી મહાસભા એકમ મારફતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ડાંગ જિલ્લાના જે તે ગામના વન અધિકાર સમિતિનાં પ્રમુખ/મંત્રી અને દાવેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં  આદિવાસી મહાસભા ગુજરાતના કન્વીનર એડવોકેટ સુનિલ ગામીત દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. અને જણાવવામાં આવ્યુ હતુ કે,14 મી માર્ચ 2024 ના રોજ કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય અને વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા સાથે મળીને વન અધિકાર કાયદો 2006 હેઠળના મંજૂર થયેલા વ્યક્તિગત અને સામુહિક અધિકારોના અસરકારક અમલવારી થાય અને તેમાં હાઉસિંગ, ખેતી અને આજીવિકાના લાભ આદિવાસી સમુદાય અને અન્ય પારંપારિક વનવાસી પછાત વર્ગના લોકોને મળે તે માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ છે.અને તેમાં વ્યક્તિગત દાવા જેને મંજૂર થયેલ છે અને આદેશપત્ર મળેલ છે.તેમને ઘર બાંધવા, શૌચાલય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી જનમન યોજનાનો લાભ આપવાનો રહેશે.આ ઉપરાંત સામૂહિક અધિકારોના અમલવારી માટે પણ તેમાં જે ગાઈડ લાઈન બહાર પાડેલ છે તે બાબતે લહાનુભાઈ દળવી દ્વારા વિગતે સમજણ પૂરી પાડવામાં આવી હતી.અને આ મીટિંગમાં અન્ય ઉપસ્થિત સક્રિય આગેવાનો દ્વારા પેન્ડીંગ કેસોના નિકાલ માટે શું પ્રક્રિયા ચાલી રહી છે અને શું દાવેદાર તરફથી કરવાની જરૂર છે તેના વિશે વિગતે સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ…

Back to top button
error: Content is protected !!