ARAVALLIMEGHRAJ

અરવલ્લી :બે ગામ વચ્ચે આઝાદી પછી પણ નથી બન્યો પુલ,7 વર્ષથી કરેલી માંગ ક્યારે પુરી થશે.! સરકાર, નેતાઓ,તંત્રના માત્ર વાયદા..?

અરવલ્લી :બે ગામ વચ્ચે આઝાદી પછી પણ નથી બન્યો પુલ,7 વર્ષથી કરેલી માંગ ક્યારે પુરી થશે.! સરકાર, નેતાઓ,તંત્રના માત્ર વાયદા..?

 

સરકાર વિકાસની વાતો કરે પણ આજે કેટલાય ગામો એવા છે જ્યાં વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવું હાલ લાગી રહ્યું છે. નેતાઓ આવે ચૂંટણી સમયે વાયદાઓ કરે કે કામો થઇ જશે પણ ક્યારે…? આ બાબતે સરકાર,તંત્ર, અને નેતાઓ હાલ વાયદા કરતા હોય તેવું લાગી રહ્યું છે પણ આ વાયદાઓ ક્યારે પૂર્ણ કરશે

 

વાત છે મેઘરજ તાલુકામાં આવેલ પીસાલ ગામ જ્યાં ગામના સીમાડે ઇપલોડા અને પીસાલ ગામ વચ્ચે વાત્રક નદી આવેલ છે જ્યાં આઝાદી પછી પણ બન્યે ગામના લોકો નદી પર પુલ માટે જંખી રહ્યા છે વારંવાર નદી પર પુલ બનાવવા માટે રજુઆત કરવા છતાં હજુ માંગ પુરી થઇ નથી 7 વર્ષ થી પીસાલ અને ઇપલોડા ગામના લોકો માંગ કરી ચુક્યા છે છતાં સરકાર, અધિકારીઓ, અને નેતાઓ માત્ર વાયદાઓ જ કરે છે છતાં ગામની માંગ પુરી થઇ શકી નથી

@નદી પર પુલ બનાવવામાં આવે તો શું થઇ શકે છે ફાયદો@

પીસાલ ગામ ની ગ્રામ પંચાયત ઇપલોડા છે જે નદીમાં થઈને ઇપલોડા ગામે જતા માત્ર 8 કિમિ રસ્તો છે. પરંતુ નદી પર પુલ ન હોવાતી ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી આવતા પીસાલ ગામમાં લોકોએ મેઘરજ આવવા માટે રામગઢી ગામ થઇ ને 30 કિમિ જેટલું અંતર કાપી મેઘરજ તેમજ ઇપલોડા જઈ શકાય છે વધુમાં પીસાલ ગામના લોકો ને સસ્તા અનાજ ની દુકાને અનાજ લેવા માટે પણ ઇપલોડા જવું પડે છે ત્યારે ચોમાસાના સમયે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બન્યે ગામની વર્ષો જૂની માંગ પણ પુરી થઇ શકી નથી ત્યારે હાલ તો અધિકારીઓ, સરકાર અને નેતાઓ માત્ર આશ્વાસન આપી વાયદા કરી રહ્યા હોય તેવું લાગી રહયું છે આ બાબતે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ કામનું સર્વ પણ થઇ ગયું છે પરંતુ હજુ સુધી કયા કારણે કોઈ કામ આગળ વધતું નથી તે જાણી શકાયું નથી. ત્યારે આ બાબતે જે તે વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી પીસાલ અને ઇપલોડા ગામની વાત્રક નદી પર ઝડપથી પુલ બનાવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!