HALOLPANCHMAHAL

હાલોલ ગોધરા રોડ પર આવેલ એમ.એન્ડ.વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાઇ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૬.૨૦૨૪

21 મી જૂન એટલે વિશ્વ યોગ દિન,વિશ્વ યોગ દિન,આજે 21 જૂન ના દિને સમગ્ર વિશ્વમાં 10 માં વિશ્વ યોગ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.ભારતીય સંસ્કૃતિની આ બહુમૂલ્ય ધરોહર ને વિશ્વસ્તરે પોહચયો હોય તેનો નો શ્રેય આપડા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને જાય છે. આપણે સૌ જીવન પર્યત યોગને આપણા જીવનનો હિસ્સો બનાવાનો દ્રઢ સંકલ્પ કરી સ્વસ્થ ગુજરાત, અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ સંકલ્પ સાથે વિશ્વ યોગ દિન અંતર્ગત આજે હાલોલ નગર સહિત તાલુકામાં 3000 ઉપરાંત યોગ સાધકોએ યોગ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત હાલોલ માં તાલુકા કક્ષાનો હાલોલ ગોધરા રોડ પર આવેલ એમ.એન્ડ.વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ પ્રાંત અધિકારી,હાલોલ મામલતદાર તેમજ પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમારની ઉપસ્થિતીમાં કરાઈ હતી.જ્યારે પતંજલિ યોગ સમિતિ હાલોલ દ્વારા દર્પણ સોસાયટી ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટી, અને હાલોલ કોર્ટ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉપરાંત ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, શારદા વિદ્યા મંદિર,સરસ્વતી સ્કૂલ સહીત નગર ની દરેક શાળાઓ માં આજે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ હાલોલ ૧૦૮ એમ્બ્યુંલન્સ,હાલોલ 181 અભ્યમ ટીમના કર્મચારીઓ એ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ અભ્યાસમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, શીક્ષકો, તેમજ વાલી મિત્રો અને નગરજનોએ ભાગ લીધો હતો. આજે ૨૧ જુનને લઇને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં એ યોગ કાર્યક્રમ અંતર્ગત યોગ અને પ્રાણાયામ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!