MEHSANAVIJAPUR

વિજાપુર સરદાર પટેલ બાવલા ફાઉન્ટેન હોટલની સામે શાકમાર્કેટ બજારના બાજુમાં આવેલ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની હિલચાલ કરતા ચાર શકમંદ ઇસમોને પોલીસે ઝડપી લીધા

વિજાપુર સરદાર પટેલ બાવલા ફાઉન્ટેન હોટલની સામે શાકમાર્કેટ બજારના બાજુમાં આવેલ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની હિલચાલ કરતા ચાર શકમંદ ઇસમોને પોલીસે ઝડપી લીધા
પોલીસે ચાર સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્થાનીક પોલીસ શહેરમાં સઘન પેટ્રોલીંગ માં હતી. તે દરમ્યાન હાઈવે રોડ ઉપર આવેલ ફાઉન્ટેન હોટલ નજીક આવીને ઉભા હતા. તે સમયે એકટીવા એક્સેસ સ્કૂટર બુકાની હેલ્મેટ પહેરી આવેલ ચાર ઈસમો ફાઉન્ટેન હોટલ સામેની આંગડિયા પેઢી વાળી જગ્યાએથી શંકાસ્પદ રીતે હિલચાલ કરતા જણાઈ આવતા ઉભેલી પોલીસે એકટીવા એક્સેસ સ્કૂટર ઉપર કાળજાળ ગરમી માં ડબલ કપડાં પહેરેલ અને શંકાસ્પદ વર્ણતુક જોઈ પુછપરછ કરતા સંતોષકારક જવાબ પોલીસ નહિ મળતા તેઓની અટકાયત કરી ચાર ઈસમો સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ના કુબેરનગર ના છરા વિસ્તારમાં રહેતા નિતીન માણેકલાલ તમાઈએ તેમજ દિપક ધીરુભાઈ બજરંગ તેમજ જુગનુ દિનેશ ઘાસી તેમજ દિપક ભીખાભાઈ ઇન્દ્રેકર સહિત ચાર ઈસમો કપડાં ઉપર કપડાં પહેરી એકટીવા અને એક્સીસ વહીકલ ઉપર માથુ ઢંકાય તેવી રીતનું હેલ્મેટ અને બુકાની પહેરી ઓળખ ઢંકાય તેવી રીતે ફાઉન્ટેન હોટલ સામેના પેઢી વાળી જગ્યા ઉપર લૂંટ ના ઇરાદે શંકાસ્પદ અવર જ્વર કરતા હોવાની હિલચાલ જોઈ પેટ્રોલીંગ દરમ્યાન ઉભેલી પોલીસે ચારેય ઈસમોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓ કરેલા ગુનાઓની કબૂલાત તેમજ આંગડિયા પેઢી ની લૂંટ ની રેકી ની કબૂલાત કરતા આંગડિયા પેઢીમાં ટોળકી બનાવી લૂંટના બનાવ ને અંજામ આપતા પહેલા ઝડપી પાડી ચાર જણા પાસેથી એક્સેસ સ્કૂટર એકટીવા મોબાઈલ બે સીમ કાર્ડ પ્લાસ્ટિક ચઢાવેલ લોખંડ નું અણીદાર જેવુ હથિયાર રોકડ રકમ સાથે રૂપિયા. 67,500/-નો મુદ્દામાલ જપ્ત કરી ચાર જણા સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!