GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તેમજ બાસ્કા ગામે ઇસ્લામિક નોલેજ કોમ્પિટિશન યોજાઈ,365 વિદ્યાર્થીઓએ ભાગ લીધો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૬.૨૦૨૪

હાલોલ તેમજ બાસ્કા ખાતે ઇસ્લામિક સ્પર્ધા નું આયોજન હાલોલના મુસ્લિમ આગેવાનો અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ ધોરણના બે ભાગમાં ૩૬૫ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થનાર ને ૫૧૦૦,બીજા નંબરને ૩૧૦૦, ત્રીજાને ૨૧૦૦ તેમજ ૪ થી ૫૦ નંબર માં વધુ માર્ક્સ લાવનાર ને ૫૦૦ રૂ.ઇનામ આપવામા આવશે.જ્યારે આ સ્પર્ધામાં હાલોલ ખાતે ૪ સેન્ટર નક્કી કરવામાં આવ્યા હતા.જેમાં પાવાગઢ રોડ પર આવેલ નુરાની મસ્જિદ, કુબા મસ્જિદ, મદરસએ ગુલશને બગદાદ, ૧૦૧ કોમ્પ્યુનિટી હોલ,તેમજ હાલોલ તાલુકાના બાસ્કા ખાતે પણ સેન્ટર રાખવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં બાળકોને ઇસ્લામિક નોલેજમાં વધારો થાય અને બાળકો ટેક્નોલોજીના માધ્યમનો ઉપયોગ દીની ઈલ્મ હાસિલ કરવા કરે તે હતો અને સાથે સાથે બાળકોના માં બાપ પણ દીની શિક્ષણની સાથે દુનયાવી શિક્ષણ પર પણ જાગૃત થાય તે હતો. બધા બાળકોએ વહેલી સવારે ઉઠી ઉત્સાહભર આ પરિક્ષામાં ભાગ લીધો હતો.કાર્યક્મના આયોજનમા મોટેભાગે હાલોલ સમાજના અગ્રણીઓ ની સાથે ડોક્ટર,વકીલ, શિક્ષક, સી.એ.એ તમામ બાળકોનો ઉત્સાહ વધારવા અને કાર્યક્મને સફળ બનાવવા ભાગીદાર થયા હતા.

Back to top button
error: Content is protected !!