BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

 

તાલુકા કોર્ટમાં ૧૧૮૩ કેસ મૂકવામાં આવેલ જેમાં ૨૨૩ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો.

 

રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનને અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડિયા ના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ.પટેલ તથા ઝઘડિયાના જયુડીસીએલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલના સંયુક્ત પ્રયાસ થી કરવામાં આવ્યું હતું, ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ.એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી, આ પ્રસંગે ઝઘડિયા ના મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ અનિલભાઈ પંડ્યા, સમસુદ્દીન શેખ, દિલીપસિંહ નકુમ, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ વગેરે વકીલશ્રીઓ ઉપસ્થિત થયા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમાં ખુઊમારી એચ.એસ પટેલની કોર્ટમાં કુલ ૧૧૧૬ કેસ મૂકવામાં આવ્યા હતા જેમાંથી ૧૫૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો, અને જે.ટી પટેલ ની કોર્ટમાં કુલ ૬૭ કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ ૬૭ કેસોનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો, આ કેસોમાં મની રિકવરી, ઇલેક્ટ્રિસિટી, નેગોસીબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!