DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં 303007બાળકોને ૨૩ જુન રવિવારે પોલિયો ના ટીપા પીવડાવવા માં આવ્યા

તા. ૨૪. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં 303007બાળકોને ૨૩ જુન રવિવારે પોલિયો ના ટીપા પીવડાવવા માં આવ્યા

૧૪૦૯ રસીકરણ બૂથ, ૨૮૧૮ રસીકરણ ટીમો, ૧૦ મોબાઇલ ટીમ તથા ૭૩ ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા પોલીયો નાબૂદી અભિયાન કાર્યક્રમ અન્વયે દાહોદ માન.સાંસદ શ્રી જશવંત સિંહ ભાભોર સિંગવડ તાલુકાના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી પોલિયો ટીપા પીવડાવી ને શુભારંભ કરવામાં આવ્યો તથા જીલ્લા પંચાયત ના પ્રમુખ માન. કરણસિંહ ડામોર દવારા ચાંદાવાડા નંદઘર ખાતે થી પોલિયો ના ટીપા પીવડાવીને શુભારંભ કરવામાં આવ્યો સમગ્ર દેશમાં બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી ભારતને પોલિયો મુકત બનાવવા માટે સઘન કામગીરી કરવામાં આવશે કુલ ત્રણ દીવસ સુઘી આ કાર્યક્રમ ચાલશે વધુમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવતે જણાવ્યું કે કોઈ બાળક રહી જાય તે માટે ૨૪ અને ૨૫ જુને આરોગ્ય વિભાગની ટીમ દવારા ઘરે ઘરે જઈને બાળક રસીકરણ થી બાકી નથી તેની ખાત્રી કરશે અને જો પોલીયો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસીકરણ કામગીરી કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!