વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સમગ્ર રાજ્યમાં રવિવારે પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ખેરગામ તાલુકામાં ત્રણ આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વિવિધ પોલિંગ બુથ ઉપર પોલિયો પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં સરપંચ ઝરણાબેન પટેલ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લીનાબેન સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો.પ્રા.આ.કેન્દ્ર બહેજમાં સાત,તોરણવેરા આરોગ્ય કેન્દ્રના નવ અને અને આછવણી આરોગ્ય કેન્દ્રના નવ ત્થા ખેરગામ સા.આ.કેન્દ્ર દ્વારા ચાર પોલિંગ બુથ ઉપર મળી તાલુકાના કુલ 5128 ભૂલકાંઓને પોલીઓ પીવડાવવામાં આવ્યો હતો.જેમાં સવારથી તાલુકાના 120 આરોગ્ય કર્મીઓએ બાળકોને પોલિયો પીવડાવવામાં સેવા બજાવી હતી.તાલુકા આરોગ્ય અધિકારી પ્રગણેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ખેરગામ તાલુકામાં સફળતા પૂર્વક બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી.