સખી વન સ્ટોપ સેન્ટર-જુનાગઢ દ્રારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવણી કરાઇ

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું એવો થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતગર્ત સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં યોગ ટ્રેનર મૃણાલીબેન વૈધ, અમીબેન સુચલ અને રમાબેન ગરાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્રારા યોગની તાલીમ આપવામાં આવેલ. આ
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા, તેમજ સખી વન સ્ટોપ સેન્ટર, ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન, અભયમ મહિલા હેલ્પ લાઈન ૧૮૧, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સ્પોટ સેન્ટર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ સહભાગી થયેલ અને યોગિક ક્રિયાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ.







