
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના મહાદેવગ્રામ ખાતે ઝુમ્મર નદી પર બની રહેલ પુલના કામમાં હલકી ગુણવત્તાના કામને લઈ રજુઆત કરાઈ
હાલ સરકારી કામો ની વાત કરવામાં આવે તો સરકાર મસમોટા કામો આપે છે જેમાં રસ્તા ને લઇ, મોટા પુલ સહીત કામો માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ આ કામોના રૂપિયા કેટલીક વાર પુરા વાપરવામાં આવતા નથી જેને લઇ કામોમાં હલકુ મટેરીયલ તેમજ હલકી ગુણવતા નું કામ આદરી દેવામાં આવે છે અને અંતે કામો માં ભ્રષ્ટાચાર થયાની બૂમો ઉઠે છે
વાત છે મોડાસાના મહાદેવગ્રામ ખાતે આવેલ ઝુમ્મર નદી પર બની રહેલ પુલની જ્યાં પુલની કામગીરીમાં હલકી ગુણવત્તાના ને કામને લઈ કલેકટર ને લેખિત અરજી કરી રજુઆત કરાઈ છે જેમાં ઝુમ્મર નદી પર બની રહેલ પુલના કામમાં હલકી ગુણવત્તાના કામ થયા ના આક્ષેપ કરાવવામાં આવ્યા છે જેને લઇ હાલ ચાલી રહેલાં પુલની કામગીરી નબળી અને હલકી ગુણવત્તાનું કામ થતું હોવાની રજુઆત કરાઈ છે.પુલના થાંભલાનું ફુટિંગ ત્રણ ફૂટ પાણીમાં કોન્ક્રીટ ભરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરાયા છે જેને લઇ પુલની કામગીરીની તપાસ કરવા રજુઆત કરાઈ છે કામ જોતા એવું લાગી રહ્યું છે કે આવી પરિસ્થિતિમાં પુલ કેવી રીતે ટકશે તે પણ એક સવાલ ઉભો છે અરજદાર દ્વારા સ્થળસ્થિતિના ફોટા સાથે રજુઆત કરાઈ છે હવે જોવાનું રહ્યું કે શું રજુઆત બાદ તંત્ર તપાસ કરશે કે તપાસના નામે ખો આપશે







