VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાળકો માટે નિઃશૂલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત સેવા યજ્ઞ, ચાલુ વર્ષે ૫૦૦૦ વિદ્યાર્થીઓને ૨૧ હજારથી વધુ નોટબુક વિતરણ કરાશે 

—-

વલસાડ, તા. ૨૪ જૂન

“વિદ્યા દાન, મહા દાન”ની ઉક્તિને વલસાડના સેવા મિત્ર મંડળ ટ્રસ્ટે સાર્થક કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલુ શૈક્ષણિક વર્ષે જિલ્લાની વિવિધ શાળાઓમાં ગરીબો બાળકોને નોટબુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે પાંચ હજાર બાળકોને લાભ મળશે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે વિવિધ સ્કૂલમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

છેલ્લા ૧૦ વર્ષથી ચાલતાં નિઃશુલ્ક નોટબુક વિતરણના સેવાયજ્ઞમાં આ વર્ષે પણ સંસ્થાના સભ્યો દ્વારા વલસાડ શહેર તથા જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આશરે ૧૩૦ કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં આવેલી વિવિધ શાળા તથા છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોને ૨૧ હજારથી વધુ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ છેલ્લા ૫ દિવસથી કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયુ હતું. શિક્ષણ એ માનવીનો મૂળભૂત અધિકાર હોવાનું જણાવી એસપી ડો.વાઘેલાએ બાળકોને ભણતરનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્યનું માર્ગદર્શન આપ્યું હતું.

શિક્ષણના આ સેવા યજ્ઞમાં સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી નોટબુક વિતરણ કરવામાં આવે છે. આ નોટબુકનો ખરા અર્થમાં વિદ્યાર્થીઓ દ્વારા જ ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ ધ્યાન રાખવામાં આવે છે. એવા અનેક વિદ્યાર્થીઓ નિહાળવા મળ્યા કે જેમણે પાછલા વર્ષોમાં આ નોટબુકનો અભ્યાસ માટે ઉપયોગ કર્યો હતો. જેથી આગામી વર્ષોમાં પણ સેવા મિત્ર મંડળ દ્વારા જિલ્લાના જરૂરીયાતમંદ હજારો ગરીબ બાળકો માટે ‘‘વિદ્યા દાન, મહા દાન’’ અભિયાન અવિરત ચાલુ રહેશે. મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓથી સમાજમાં માનવતાની મહેક પ્રસરી છે.

Back to top button
error: Content is protected !!