AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
અમદાવાદ વાસીઓ કેટલાક દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા સોમવારે રાત્રે લગભગ 12-45 મિનિટે વીજળીના કડાકા ભડાકા સાથે જબરદસ્ત વરસાદ ચાલુ થઈ ગયો હતો સાથે સાથે પવનની ગતિ પણ જોરદાર હતી અમદાવાદમાં લગભગ દરેક વિસ્તારની અંદર વરસાદ ખાબક્યો હતો અને નીચા વાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા હતા અને અંદાજે બે કલાકની અંદર ત્રણ જેટલો વરસાદ પડ્યો હતો મેમકો નરોડા તથા અસારવામાં પણ દિવાલ પડવાની ઘટના સામે આવી હતી અને પ્રેમ દરવાજા રોડ ઉપર એક મોટો ભુવો પણ પડેલ છે અને જેના કારણે નાગરિકોને ખૂબ જ મુશ્કેલી પડેલી હતી રાત્રે નોકરી ધંધાથી ઘરે આવતા લોકોને પણ પોતાના સાધનો બંધ થઈ જવાના કારણે દોરીને જવા પડેલ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ.
અમદાવાદ