Navsari: નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમ વાંસદા મામલતદાર અનિલ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં વાંસદા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ પરમાર વાંસદા તાલુકા હેલ્થ કચેરીના અનિલ પટેલ,વાંસદાના ટીસીએમ પંકજ પટેલ, ડેપ્યુટી એન્જિનિયર નરેશભાઈ ગાયકવાડ, પાણી પુરવઠા ના ડેપ્યુટી એન્જિનિયર સ્મિતા પટેલ,જૂજ યોજનાનાં અધિકારી તરુણ પટેલ, વાંસદા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ દિલીપભાઈ તથા મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી પન્નાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
આ તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં અરજદાર ભૂપેન્દ્ર પટેલ,ઘનશ્યામ પરમાર અને અજય પરમારે આવાસ બાબતની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી તેમજ આવાસ ગંગાસ્વરૂપ યોજના અને ડામર રસ્તા ઉપર બમ્પ ઉપર સફેદ પટ્ટા,શૌચાલય સહિતના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોમાં ખુશીની લાગણી જણાઈ હતી