સંતરામપુર સિવિલ કોડ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ
સંતરામપુર સીવીલ કોટૅ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ….
અમીન કોઠારી :- મહીસાગર
ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળ અમદાવાદ ને મહીસાગર જિલ્લા સેવા સત્તામંડળ લુણાવાડા ના સહયોગ થી સંતરામપુર તાલુકા કાનુની સેવા સહાય સમિતિ દ્વારા પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ એ.કે.રાણા ને એડી.સીનીયર સીવીલ જ્જ જે.એમ.મેમણ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતું.
આ યોજાયેલ નેશનલ લોક અદાલત માં કુલ 31 કેસો ને સ્પેશિયલ સીટીગ નાં કુલ 242 કેસો ને પ્રી.લીટીગેશન નાં કુલ 126કેસોનોનીકાલ થવા પામેલ છે.
નેશનલલોક અદાલત માં સેટલમેન્ટ એમાઉનટ રુપિયા 55.60,984 તથા પ્રિલીટીગેશન કેસોમાં સેટલમેન્ટ એમાઉનટ રુપિયા 11,37,657 ની વસુલાત થવા પામેલ છે.
આ યોજાયેલ નેશનલ લોક અદાલત સમાધાન લાયઙ વિવિધ કેસો મુકવામાં આવેલ હતાં.આ નેશનલ લોક અદાલત માં સંતરામપુર નગરની વિવિધ નેશનલાઈઝ બેંકો એ તથા મધ્યગુજરાત વીજ કંપની ઓએ ભાગ લીધેલ હતો.
આ લોક અદાલત ને સફળ બનાવવા કોટૅ નાં સ્ટાફ ને સંતરામપુર વકીલ મંડળના સભ્યો દ્વારા સરાહનીય કામગીરી કરેલ હતી.