Navsari: બાલવાટિકામાં 25ધોરણ 1માં 27ધોરણ 9માં 29 તથા આંગણવાડીમાં 23બાળકોને શાળા પ્રવેશ કરાવતા સચિવ શ્રી કે.કે.નિરાલા
વાત્સલ્યમ સમાચાર
નવસારી
આજે 26મી જૂનથી રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરુઆત થઈ છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજગામની પ્રાથમિક ચિજગામ શાળા ખાતેથી ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલાએ આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
જલાલપોર તાલુકાના ચીજગામ , કનેરા અને પનાર ગામની કુલ ચાર શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલવાટીકા, ધોરણ 1,ધોરણ9અને આંગણવાડીના કુલ 106બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
સચિવશ્રી કે.કે.નિરાલા અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર 23જેટલા ભૂલકાઓને કીટ અને ફળોની ટોપલી આપી આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં સચિવશ્રી કે.કે.નિરાલાએ જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓએ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવું જરૂરી છે. વાલીઓએ પણ શાળામાં નિયમિત અંતરે શાળાની મુલાકાત લઈ શાળાના શિક્ષકોનો સમ્પર્ક કેળવવો જોઇએ. બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના સતત પ્રયત્નોની સાથે શાળાની સ્કૂલ મેનજમેન્ટ કમિટીની જાગૃતતા પણ જરૂરી છે .
સચિવશ્રીએ કાર્યક્રમ સ્થળે શાળાના સ્કૂલ મેનજમેન્ટ કમિટીના સભ્યો સાથે શાળાના વિકાસ માટે અભિપ્રાય મેળવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું સાથે શાળાના પ્રાંગણમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા પ્રેરિત કર્યાહતા .
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના શિક્ષણ અધિકારીશ્રી જયેશ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી આર. એસ. અગ્રવાલ, નવસારી મહિલા અને બાળ અધિકારીશ્રી બી.જે.ગામીત, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ, SMC (શાળા મેનજમેન્ટ કમિટી) નાં સદસ્યો, આગેવાનો, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ, આંગણવાડીના બહેનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષણની ઉલ્લાસમય ઉજવણીમાં સહભાગી બન્યા હતા.