DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગોકલપર ગામે મહાનુભવો હસ્તે ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ પર આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ગોકલપર  ગામના ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

        કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગોકલપર પ્રાથિમક શાળા તથા ગોકલપર વાડી શાળાના કુલ ૪૧ જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જેમાં આંગણવાડીમાં ૦૮, બાલવાટિકામાં ૩૦ અને ધોરણ-૦૧ માં ૦૩ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત, શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

        સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી અશોકભાઈ તથા આભારવિધિ ગોકલપર શાળાના આચાર્ય શ્રી વિષ્ણુ કાંવર દ્વારા કરવામાં આવી હતી.

        આ પ્રસંગે ઇન્ચાર્જ મામલતદાર શ્રી ભરત સંચાણીયા, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પીઠાભાઈ કરમુર, માહિતી મદદનીશ શ્રી મયંક ગોજિયા, લાંબા ગામના સી.આર.સી શ્રી નરેન્દ્રભાઇ રામ, ગાંગળી ગામના સી.આર.સી  શ્રી શૈલેષ મિયાત્રા, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, એસ.એમ.સીના સભ્યો સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!