શહેરા પોલીસ મથક ખાતે વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના બચવા લોક દરબારનું આયોજન

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા પોલીસ મથક ખાતે પીઆઈ આર.કે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પીઆઈ આર.કે.રાજપૂત દ્વારા ઉપસ્થિત નાગરિકોને વ્યાજખોરોના ત્રાસને ડામવા,વ્યાજખોરોથી બચવા સહિત વ્યાજખોરો બાબતે ચર્ચા કરી વ્યાજના કિસ્સાઓમાંથી બહાર આવવાની સમજ આપી કોઈ પણ વ્યાજખોર ખોટી રીતે ડબલ વ્યાજ વસૂલતો હોય કે વધુ વ્યાજ માટે હેરાન કરતો હોય તો પોલીસને જાણ કરવા જણાવાયું હતું.તો વ્યાજખોરો સામે યોજાયેલી લોક દરબારમાં વ્યાજખોરોનો ભોગ બનેલા બે થી ત્રણ નાગરિકોએ વ્યાજખોરોને લગતી અલગ-અલગ પ્રકારની રજુઆત કરી હતી,જેમાં એક નાગરિકે વ્યાજે રૂ.૪૦ હજારની જગ્યા એ અત્યાર સુધી ત્રણ ઘણી રકમ વ્યાજખોરને આપવા છતાં હજુ પણ રૂપિયાની માંગણી કરતો હોવાની રજૂઆત કરી હતી,જ્યારે બીજા એક નાગરિકે સોની પાસે ગિરોપેટે સોના-ચાંદીના દાગીના મૂકી વ્યાજે રૂપિયા લીધા હતા અને તે દાગીના છોડાવવા માટે વ્યાજ આપનાર સોની ભોગ બનનાર પાસેથી બમણી રકમની માંગણી કરતો હોવાની રજુઆત કરી હતી.






