Gondal: ગોંડલ તાલુકાના સિંધાવદર, શેમળા અને પાચીયાવાદર ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ કાર્યક્રમ યોજાયો

તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સીમ શાળામાં ભૂલકાઓની કિલકારી – શાળા પ્રવેશોત્સવ સહ રમકડાં અને નવા ડ્રેસનું વિતરણ
Rajkot, Gondal: બાળકોના સર્વાંગી વિકાસ અને ગુણાત્મક શિક્ષણની પ્રતિબદ્ધતા સાથે છેવાડાના બાળકો પણ શિક્ષણ મેળવે તે અર્થે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તાલુકા શાળા ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવારના બાળકો માટે સીમ શાળાઓ પણ કાર્યરત છે. ગોંડલ તાલુકાના સિંધાવદર, શેમળા અને પાચીયાવાદર ગામે મહાનુભાવોની ઉપસ્થતિમાં શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આર.ટી. ઓ રાજકોટ શ્રી કે.એમ.ખપેડ, બાળ વિકાસ યોજના અધિકારી ગોંડલ – ૧ શ્રી સોનલબેન વાળા, સી.આર.સી કોર્ડીનેટર મોવિયાશ્રી ડીમ્પલબેન ભૂત, અધિકારીશ્રી ધવલ પરામર, સરપંચ, તાલુકા પંચાયત ગ્રામ પંચાયત સભ્યો,ગ્રામ્ય આગેવાનો શિક્ષકો,એસ.એમ.સી. સભ્યો ,બાળકોના વાલીઓ તેમજ આંગણવાડી વર્કર બહેનોની રૂબરૂમા સિંધાવદર, શેમળા અને પાચીયાવાદર ગામે શાળા અને આંગણવાડીમા બાળકોને પ્રવેશ અપાયો હતો. આંગણવાડીના બાળકોને ડ્રેસ વિતરણ, રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મહોત્સવ પ્રસંગે શાળાઓને સુશોભિત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ભૂલકાઓની કિલકારીથી શાળાનું સંકુલ ગુંજી ઉઠ્યું હતું. બાળકો સાથે તેમના વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.





