GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi:મોરબીના ટીંબડી પાટિયા નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતર બાબતે ચાર સામેં ગુન્હો નોંધાયો!

Morbi:મોરબીના ટીંબડી પાટિયા નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતર બાબતે ચાર સામેં ગુન્હો નોંધાયો!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી તાલુકા પોલીસે આશરે એક મહિના સમય માં હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા નજીકથી યુરીયા ખાતર ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો જે બાબતે ટ્રક ચાલક સહીત ચાર શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ ગઇ તારીખ ૬-૬-૨૦૨૪ નાં રોજ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન ટીંબડી ગામ નાં પાટિયા પાસેથી આઈશર જીજે ૩૬ વી ૬૯૮૪ પસાર થયેલું જે શંકાસ્પદ લાગતા તેને ઉભું રાખી તપાસ કરતા તેમાંથી યુરીયા ખાતર આશરે ૧૬૨૮૦ કિલો ગ્રામ મળી આવ્યું હતું. જે બાદ તાલુકા પોલીસ દ્વારા ખાતરના સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલવામ આવ્યા જેમાં નીમ કોટેડ યુરીયા ખાતર હોવાનું સામે આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરવામાં આવતા. આ ખાતરનો જથ્થો હળવદના નાડધ્રી ગામની આસપાસ કોઈ ગોડાઉનમાંથી મુન્નાભાઈ ઝાલાભાઇ ગોલતર રહે. અમદાવાદ વાળાના કહેવાથી વિજયભાઈ ભરવાડ રહે. ચુપણી વાળા એ આઈશર જીજે ૩૬ ટી ૯૯૭૦ માં ભરી આપતા આઈશર જેપુર ગામ નજીક ટાયર માં પંચર થતા બીજા આઈશર જીજે ૩૬ વી ૬૯૮૪ માં ભરી રવાના કરતા તે આઈશર ટીંબડી પાટિયા પાસે પકડાઈ ગયેલ હતી. જે અંગે મોરબી તાલુકા પોલીસે આઈશર ચાલક પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર, આઈસર ચાલક દિનેશભાઈ કાળુભાઈ નાથજી, માલ ભરી આપનાર વિજયભાઈ ભરવાડ અને માલ મંગાવનાર મુન્ન્નાભાઈ ઝાલાભાઇ ગોલતર સામે ગુન્હો નોધી ખાતર કિંમત રૂપિયા ૯૭૬૮૦/- નો મુદામાલ ખેતી સિવાયના ઉપયોગમાં રેઝીન બનાવવાના ઔધીગિક હેતુ માટે વપરાશ કરતા હોવાની ફરિયાદ નોંધીને ન વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!