GUJARATKARJANVADODARA

કરજણ તાલુકાના હલદરવા પ્રાથમિક શાળામાં ધોરણમાં કોમ્પ્યુટર લેબ નો ઉદ્ઘાટન તેમજ ધોરણ ૧ ના છાત્રોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર. નરેશ પરમાર. કરજણ
કરજણ તાલુકાના હલદરવા પ્રાથમિક ગુજરાતી શાળામાં ધોરણ ૧ ના છાત્રોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમા ઉપસ્થિત મહેમાન દિપાલી એમ પટેલ સચિવાલય ગાંધીનગર અને અલ્પેશભાઈ શાળાના આચાર્યા ઇલાબેન દ્વારા ધો.1 મા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તથા મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરવામા આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સ્કુલ ચલે હમ ગીત ઉપર નૃત્ય રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને કેપ પહેરાવી અને ચોકલેટ આપી પ્રવેશ કરાવ્યો હતો.  શાળાના શિક્ષક સુમિતા મેડમએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન આસિફભાઇ દ્વારા થયુ હતું. આ કાર્યક્રમ માં ગાંધીનગર સચિવાલય થી આવેલ મહેમાન દિપાલી એમ પટેલ તેમજ SMC હલદરવા કમિટીના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પરમાર તથા શાળાના શિક્ષણવિદ મોઇનુદ્દીન ટેલર તેમજ શાળાના પ્રિન્સિપલ ઇલાબેન તથા આસિફ સાહેબ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!