HALOLPANCHMAHAL

હાલોલ તાલુકાની 2 પ્રાથમિક શાળામા જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૬.૨૦૨૪

પંચમહાલ જિલ્લામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ત્રિદિવસીય ઉજવણીમાં જિલ્લામાં 26 હજાર 635 બાળકોને બાલવાટિકામાં અને 7 હજાર 309 બાળકો ને પહેલા ધોરણમાં વિવિધ મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા પ્રવેશ આપવામાં આવનાર છે.ત્યારે આજે બીજા દિવસે જિલ્લા કલેક્ટરે હાલોલ તાલુકાની બે પ્રાથમિક શાળાઓ માં બાળકો ને પ્રવેશ આપ્યો હતો.હાલોલ તાલુકાની તરખંડા પ્રાથમિક શાળા ખાતે આજે પ્રવેશોત્સવ ઉજવણીના બીજા દિવસે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારે 20 બાળકો ને બાલવાટિકામાં અને 02 બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યો હતો અને તરખંડા ની નારાયણ હાઈસ્કૂલમાં પણ ધોરણ – 9 અને ધોરણ – 11 માં બાળકોને પ્રવેશ આપ્યો હતો. ધોરણ 09 માં 87 વિદ્યાર્થીઓ અને 76 વિદ્યાર્થીનીઓ મળી 163 વિદ્યાર્થી તેમજ ધોરણ 11 માં 12 વિદ્યાર્થીઓ અને 25 વિદ્યાર્થીનીઓ મળી 37 વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો.જિલ્લા કલેક્ટરે તાલુકાની અભેટવા પ્રાથમિક શાળામાં પણ બાળકોને પ્રવેશ આપ્યો હતો. શાળાની બાલવાટિકામાં 17 કુમાર અને 15 કન્યા મળી 32 બાળકોને અને પહેલા ધોરણ માં 27 કુમાર અને 19 કન્યાઓ મળી 44 બાળકો ને પ્રવેશ આપતા તમામ બાળકો ની શૈક્ષણિક યાત્રા સફળ રહે તે માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.આ પ્રસંગે કલેક્ટર એ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે નાના બાળકો ને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું અને પ્રવેશ મેળવનાર તમામ બાળકો ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.તો નારાયણ હાઈસ્કૂલ ના ધોરણ – 9 અને 11 ના વિદ્યાર્થીઓ ને પ્રગતિ કરી પરિવાર અને ગામ નું નામ રોશન કરો તેવી શુભકામનાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!