જામનગર મેડીકલ કોલેજના નિષ્ણાંતો દ્વારા કોલેરા ટ્રીટમેન્ટ તાલીમ

*જિલ્લામાંથી કોલેરા રોગને નાબુદ કરવા શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા ૫૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરાયા*
જામનગર (ભરત ભોગાયતા)
શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા જિલ્લામાંથી કોલેરા રોગને નાબુદ કરવા તથા કોઈપણ પરીસ્થિતિને પહોંચી વળવા અંદાજે ૫૦૦થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.જેમાં સંસ્થા ખાતેના તમામ ફેકલ્ટી, ટ્યુટર, એસ.આર, રેસિડન્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, મહાનગરપાલીકાનો તમામ તબીબી સ્ટાફ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રોફેસર અને મેડિસન વિભાગના વડાશ્રી ડો.મનીષ મહેતા, અધિક ડીનશ્રી અને નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી, એસો.પ્રોફેસર–મેડિસન અને નોડલ ઓફિસર ડો.બી.આઈ.ગોસ્વામી, બાળ રોગ નિષ્ણાંત ડો.નમ્રતા મકવાણા, લેબોરેટરી નિષ્ણાંત ડો.પુષ્પા કટેસિયા, પી.એસ.એમ. વિભાગ નિષ્ણાંત ડો.કપિલ ગંધા, બાળ રોગ વિભાગના વડાશ્રી ડો.ભદ્રેશ વ્યાસ વગેરેએ તાલીમાર્થીઓને કોલેરા વિશે વિગતવાર માહિતી આપી હતી.
જામનગર મહાનગરપાલીકાના એમ.ઓ.એચ. ડો.ગોરી તથા તેમની ટીમ તથા જિલ્લા પંચાયતમાંથી DSOશ્રી તેઓની ટીમ સાથે તાલીમ દરમિયાન હાજર રહ્યા હતા. તથા તેઓ દ્વારા કોલેરા અંગે કરવામાં આવતી કામગીરી વિશે તમામને માહિતી આપી હતી તેમ જામનગર જીલ્લા માહિતી કચેરીના વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ છે
00000000000000000
bgbhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)
gov.accre.Journalist
jmr
8758659878
bhogayatabharat@gmail.com





