સરકારી શાળાઓનું શિક્ષણ શ્રેષ્ઠ બને તે માટે સરકારે તમામ સુવિધા આપી છે: ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા
જૂનાગઢની ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ અને કન્યાશાળા નંબર -૪ ખાતે શાળા પ્રવેશોત્સવમાં મેયર અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
૦૦૦
જૂનાગઢ તા. ૨૭ જુનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં મહાનુભાવો એ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. જુનાગઢ ગવર્મેન્ટ ગર્લ્સ સ્કુલ ખાતે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાવી આવકાર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે માળખાગત સુવિધા સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવતા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.
આ ઉપરાંત જુનાગઢ કન્યાશાળા નંબર ૪ ખાતે ધારાસભ્યશ્રી ઉપરાંત મેયર ગીતાબેન પરમાર અને અન્ય અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાથમિક શાળાના ધોરણ ૧ના બાળકોને પ્રવેશ કીટ વિતરણ સાથે આવકારી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી શ્રી આર. એમ.ગંભીર તેમજ શાળાના આચાર્ય વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા