શહેરા:- મીઠાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
NILESH DARJIJune 28, 2024Last Updated: June 28, 2024
8 Less than a minute
શહેરા:-
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાની મીઠાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ગામના સરપંચ તથા સી આર સી કો પાલીખંડા શ્રવણભાઈ, એસ એમ સી સભ્યો,મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળા સ્ટાફ ની હાજરીમાં કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું સૌ પ્રથમ આંગણવાડી ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો પછી મીઠાપુર પ્રાથમિક શાળાના કુલ 21 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ સાહિત્ય નું પ્રદર્શન નું નિદર્શન કરવામાં આવ્યું,આવેલ તમામ સભ્યો ની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું,બાલવાટિકા વર્ગ નું નિદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ આભારવિધિ કરી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મિનેષભાઈ દ્વારા કરવામાં આવ્યું