હાલોલ:ઘનસરવાવ પ્રાથમિક શાળામા ભોજન ખંડમાં કુકરનું ઢાંકણ ફાટતા ૪ વિધાર્થીઓ દાઝી, તંત્ર દ્વારા તપાસના આદેશ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૬.૨૦૨૪
હાલોલ તાલુકાની ઘનસરવાવ પ્રાથમિક શાળા માં ગુરુવારે મધ્યાન ભોજન ખંડમાં પ્રેસર કુકર ની રીંગ ખરાબ હોવાથી અથવા કોઈ કારણોસર હવાના પ્રેશરથી કુકર નું ઢાંકણ ધડાકા ભેર ખુલી જતા શાળા માં ભણતી ૪ છોકરીઓ જે મધ્યાન ભોજન ખંડમાં હાજર હતી. તે દાજી જતા ચકચાર મચી જવા પામી છે. બનાવ ને પગલે બનાવ સ્થળે શિક્ષકો દોડી આવ્યા હતા.બનાવ ની જાણ વહીવટી તંત્ર ને થતા મામલતદાર સહીત તંત્ર દોડતું થઇ ગયું હતું.જોકે બનાવ ને લઈ શાળામાં ભણતા બાળકો ના વાલીનો આક્ષેપ છે કે શાળામાં અમારા છોકરાઓ પાસે કામ કરાવે છે.અને કામ કરે તોજ જમવાનું આપે છે.આ બનાવ નો મામલો પોલીસ મથકે પોહચતા હાલોલ રૂરલ પોલીસે જાણવાજોગ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.શુક્રવારના રોજ શાળામાં પ્રવેશોત્સવ હોવાથી શાળામાં તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન શાળામાં કુકર ફાટવાની ઘટના બનતા ચાર વિદ્યાર્થીનીઓ સામાન્ય દાઝી ગઈ હતી.જેથી શાળાના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. મામલો વાલીઓ સુધી ન પહોંચે તે માટે શાળાના શિક્ષકોએ અનેક પ્રયાસો કરી તમામ વિદ્યાર્થીનીઓ ઉપર પાણી રેડી મધ્યાહન ભોજનનો રૂમ સાફ કરી રહ્યા હતા.ત્યારે એક વિદ્યાર્થીનીની માતા શાળામાં પહોંચી જતાં શું થયું છે વિદ્યાર્થીનીઓ ઉપર પાણી કેમ રેડો છો ? તેમ પૂછતાં શિક્ષકે કુકર લીકેજ થતાં વિદ્યાર્થીનીઓ ઉપર ગરમ પાણી પડ્યાનું જણાવ્યું હતું.માતા સામે ચાર વિદ્યાર્થીનીઓ રડવા લાગતાં માતાએ પ્રેમથી પૂછતાં વિદ્યાર્થીનીઓએ સમગ્ર હકીકત જણાવી હતી.ચારેય વિદ્યાર્થીનીઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીનીઓના વાલીઓ આ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા સમગ્ર મામલો વહીવટી તંત્ર ને જાણ થઇ હતી અને તેઓ દોડતા થયા હતા જાણવા મળેલી માહિતી મુજબ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે.જ્યારે આ બાબતે હાલોલ મામલતદાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે મધ્યાન ભોજન ખંડમાં રસોઈ બનતી હતી અને પ્રેસર કુકર ની રીગ ક્ષતિ વાળી હોઈ પ્રેસર કુકર માં પ્રેસર વધતા કુકર નું ઢાંકણ ધડાકા ભેર ખુલી જતા ચાર છોકરી ઓ સામાન્ય દાજી ગઈ છે.જોકે સમગ્ર મામલો કેવી રીતે બન્યો અને આ ચાર છોકરીઓ કેવી રીતે દાજી છે શાળા ના મુખ્ય શિક્ષક અને મધ્યાન ભીજ્ન ના સંચાલકો ની પુછ પરછ અને તપાસ કરવામાં આવશે અને જે જવાબદાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.







