GUJARATSABARKANTHA
વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા દ્વારા મોતીપુરા પ્રાથમિક શાળા ખાતે ઉજવણી

21 જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા દ્વારા મોતીપુરા પ્રાથમિક શાળા તાલુકો હિંમતનગર ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય રશ્મિકા બેન પટેલ, જિલ્લા ગાઈડ કમિશનર શ્રીમતી ભારતીબેન ચૌધરી, ગાઈડ કેપ્ટન કૈલાસબેન નીનામા, રેંજર કમિશનર સોનલબેન ડામોર, અને જિલ્લા ઓર્ગેનાઈઝેશન કમિશનર વૈશાલીબેન પટેલ હાજર રહ્યા આ ઉપરાંત શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો અને શાળા પરિવાર તેમજ શાળાના અન્ય બાળકોએ યોગ કરવામાં ભાગ લીધો આમ શાળા પરિવાર સ્કાઉટ ગાઈડ પરિવાર અને બાળકો સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો


