
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
નમો લક્ષ્મી યોજના : અરવલ્લીના માલપુર તાલુકાની શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં ૧૭૧ દીકરીઓનું નમો લક્ષ્મી યોજનામા રજીસ્ટ્રેશન થયું
શાળામા ૧૭૧ દીકરીઓનું નમો લક્ષ્મી યોજનામા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેનાથી શાળાની દીકરીઓ આગળ અભ્યાસ કરી શકે અને તે માટે શાળા પરિવાર દ્વારા ગુજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો
અરવલ્લી જિલ્લાની માલપુર તાલુકાની શ્રી રાધાકૃષ્ણ વિદ્યામંદિર શાળામા નમો લક્ષ્મો યોજના અંતર્ગત ૧૭૧ દીકરીઓનું રજીસ્ટ્રેશન કરીને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાહરણ બની છે.શાળાના શિક્ષિકા પટેલ પ્રિયંકાબેન જણાવે છે કે અમારી શાળામાં આટલી દિકરીઓનું રજીસ્ટ્રેશન માટે તેમના વાલીઓ અને તેમની સાથે યોજનાની જાણકારી આપવામાં આવી હતી અને તે યોજનાથી દીકરીઓના ભણતર અને ભવિષ્યમા અનેક લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ ૧૭૧ દીકરીઓનું રજીસ્ટ્રેશનમા સફળ બન્યા છીએ. નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે જેથી મહિલાઓ પણ સમાજ અને દેશમાં તેમની સકારાત્મક ભૂમિકા ભજવી શકે.ગુજરાત સરકારે રાજ્યની દિકરીઓ માટે શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે આ યોજના શરૂ કરી છે





