GUJARATSAYLA

થાનગઢ નાં સરોડી પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન

રાજ્યભરમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોનાં નામાંકન અર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું સરોડી હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.આ વેળાએ જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટ, પોલીસ અધિક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, અગ્રણી સર્વેશ્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી હાર્દિકભાઈ ટમાલીયા, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ધીરૂભાઈ સિંધવ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પાંચાળ ભૂમિ પર પુષ્પગુચ્છ થકી મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું.

અહેવાલ ,,જેસીંગભાઇ સારોલા

Back to top button
error: Content is protected !!