SABARKANTHA
હિંમતનગર ખાતે આવેલી મોતીપુરા પ્રા. શાળા મા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો
આજરોજ તા.28/06/2024 ના રોજ હિંમતનગર ખાતે આવેલી મોતીપુરા પ્રા. શાળા મા માનનીય ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા સાહેબ, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ અને જિલ્લા નાયબ ડી.ડી ઓ. શ્રી પરમાર સાહેબ ની ઉપસ્થિતિ મા શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય,શહેર પ્રમુખશ્રી વાસુદેવભાઈરાવલ,ઉપ પ્રમુખ શ્રી સવજીભાઈ ભાટી, પૂર્વ પ્રમુખ યતીનબેન મોદી, કોર્પોરેટર શ્રી દિલીપ ભાઈ પટેલ તથા અન્ય નગર ના આગેવાનો, smc સમિતિ,વાલીગણ, બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા
શાળાના આચાર્ય શ્રી રશ્મિબેન પટેલ દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી
ઉપસ્થિત તમામ દ્વારા શાળાની કામગીરી ને બિરદાવવામાં આવી.