દાહોદ તાલુકાની નવા ઝુપડા વગૅ પ્રાથમિક શાળા જાલત ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાયૅક્રમ યોજાયો

તા. ૨૯. ૦૬.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના દાતા વસંતભાઈ કારેલીયા દ્વારા પુત્ર જયેશભાઈ ની યાદ માં નાના ભૂલકાઓ પ્રવેશોત્સવમાં સ્કુલ બેગ આપવામાં આવી જેના પ્રોજેક્ટ ચેરમેન લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું. દાહોદ તાલુકાની નવા ઝુપડા વગૅ જાલત મુકામે સરપંચ રેમાબેન બીલવાળ . દાહોદ રેડક્રોસ બ્લડ બેન્ક કન્વીનર નરેન્દ્રભાઇ પરમાર. સામાજિક અને સેવાભાવી આગેવાન ડો.નરેશ ચાવડા. એસ.એમ.સી ના અધ્યક્ષ લોબાનભાઈ તથા ગ્રામજનો નાગજીભાઈ. રાકેશભાઈ તથા રાયમલભાઈ વિ.ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે આગંણવાડી અને ધોરણ એક ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો બાળકો નો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ કાયૅક્રમ મા આગંણવાડી વકૅર. તેડાગર તથાવાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાયૅક્રમ નુ સંચાલન શાળાના આચાર્ય ભરતભાઇ એચ.પટેલે કરયુ હતુ




