GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેડી, રાજગઢ, ગૌરીદળ ગામની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો

તા.૨૮/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બાળકોમાં શિક્ષણની સાથો-સાથ પ્રમાણિકતા, સત્યનિષ્ઠા અને નૈતિક મૂલ્યોનું સિંચન જરૂરી, કલેકટરશ્રી પ્રભવ જોશી

બાલ ગોપાલ વસ્ત્ર પરિધાનમા સજજ આંગણવાડીના ભૂલકાઓને પોષણ કીટ અને રમકડાની ભેટ

દીકરી જન્મને વધાવી “બેટી બચાવો, બેટી પઢાવો” પ્રોત્સાહક વધામણા કીટ નવજાત બાળકીઓને અર્પણ

બાલિકા પંચાયતની યુવા રોલ મોડલ દીકરીઓને કેપ અને ટીશર્ટ ભેટ – ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવશે

Rajkot: રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ અભિયાનના ત્રીજા દિવસે કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ તેમજ મદદનીશ કલેકટર શ્રી નિશા ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકાની શ્રી રાજગઢ પ્રાથમિક શાળા, બેડી પ્રાથમિક શાળા અને શ્રદ્ધા દિપ હાઇસ્કુલ ખાતે શિક્ષણના મહોત્સવનો ઉલ્લાસભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા કલેકટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આપણો દેશ ચંદ્ર સુધી પહોંચી ગયો છે, આપણા યાન મંગળ સુધી પહોંચી ગયા છે તો ગામની દીકરીઓએ હાઈસ્કુલ સુધી ખાસ પહોંચવું જોઈએ. ગામની દીકરીઓને ભણાવવી જ જોઈએ, જે આગળ જતાં બે કુળને તારે છે, તેમજ ઉચ્ચ હોદ્દા પર તેઓ નોકરી કરી પુરુષ સમોવડી બની શકે છે. કલેકટર શ્રી જોશીએ શિક્ષકોને સૂચન કરતા જણાવ્યું હતું કે, બાળકો નાના હોય ત્યારથી જ તેઓમાં નૈતિક મૂલ્યો જૈવા કે પ્રામાણિકતા, સત્ય નિષ્ઠા વગેરે ના ગુણો કેળવાય તે જરૂરી છે. આ સાથે બાળકોને ઈતર પ્રવૃત્તિ પણ કરાવવી જરૂરી હોવાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

મદદનીશ કલેકટર શ્રી નિશા ચૌધરીએ શાળાના બાળકોને નિયમિત શાળામાં આવવા તેમજ શિક્ષણ કાર્ય નિયમિત કરવા ખાસ આગ્રહ કરતા જણાવ્યું હતું.

શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૩ બાળકો બાલવાટિકાના ૫ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.

બેડી પ્રાથમિક શાળામાં આંગણવાડી માં ૬ બાળકોને પોષણ કીટ, ગણવેશ અને નોટબુક ની કીટ, બાલ વાટિકામાં પ્રવેશતા ૬૬ બાળકો તેમજ ધોરણ એકના ૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરાયું હતું.

ગૌરી દળ પ્રાથમિક શાળામાં આંગણવાડીના ૧૬ બાળકો બાલવાટિકાના ૧૭ બાળકોને પ્રવેશ તેમજ ધોરણ એકના આઠ બાળકો સહિત ૩૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જ્યારે હાઈસ્કૂલમાં ૪૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે સ્કૂલના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ સાથે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વહાલી દિકરી” યોજના અન્વયે બાળકીઓને વધાવતા ૧૯ જેટલી નવજાત બાળકીઓને કીટ અર્પણ કરાઈ હતી. શાળાઓને “બેટી બચાવો, બેટી પઢાવો” લોગોના કપ, ઘડિયાળ સહિતના મોમેન્ટો આપવામાં આવ્યા હતા. તેમજ પંચાયતને પણ “બેટી બચાવો, બેટી પઢાવો”ના સ્ટીકર્સ અને બેનર્સ જનજાગૃતિ અર્થે અપાયા હતા.

આ તકે મહાનુભાવોના હસ્તે ગુજરાત સરકારની નવી પહેલ “બાલિકા પંચાયત”ની દીકરીઓને કેપ તેમજ ટીશર્ટ ભેટ આપી ગામમાં દીકરીઓને શિક્ષણ અને સાક્ષરતાનું મહત્વ સમજાવવા આગળ આવવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

‘ઘરે ઘરે દીવો પ્રગટાવો, આંગણવાડીમાં પ્રવેશ અપાવો’ ના સ્લોગન સાથેની આંગણવાડીમાં નાયબ કલેક્ટર શ્રી નિશા ચૌધરીએ આંગળી પકડી બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. શાળાઓના પ્રાંગણમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મહોત્સવની ઉજવણીમાં રાજકોટ બેડી યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા, મામલતદાર શ્રી કે. એચ મકવાણા, પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભરતભાઈ ડાભી, બેડી ગામના સરપંચ શ્રી રીટાબેન રીબડીયા, રાજગઢના સરપંચ શ્રી રુદ્રસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી મનુભાઈ શિયાળ, ગૌરી દળના સરપંચ શ્રી મનીષભાઈ અજાણી, શાળાઓના પ્રિન્સિપાલ સર્વેશ્રી આશિષભાઈ સોલંકી, જીગ્નેશભાઈ વિરડીયા, ગીતાબેન વાઘેલા, બાબુલાલ ડોબરીયા, ભોજનના દાતાશ્રીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!