
તા. ૨૯. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાની આગરવાડી વર્ગ પ્રાથમિક શાળા ચમારિયા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો
સંજેલી તાલુકામાં આવેલ આગરવાડી વર્ગ પ્રાથમિક શાળા ચમારિયા ખાતે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ ૨૮ જૂન ૨૦૨૪ ના રોજ શાળાના પટાંગણમાં યોજાયો હતો. જેમાં S.M.C સભ્યો, શાળાના આચાર્ય આ.શિ, સ્ટાફ તેમજ ગામના આગેવાનો વડીલો સૌ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાના મંદિરમાં બાળકોને કુમ કુમ તિલક કરીને પ્રવેશ અપાવ્યો હતો. આમ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ઉમળકા ભેર રીતે સફળ બનાવવામાં આવ્યો હતો





