GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડયો જાણો અહીં..
MORBI:મોરબી જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડયો જાણો અહીં..
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઘટાટોપ વાદળો છવાયા છે ત્યારે બપોરે ચાર વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરમાં 21 મીમી, ટંકારામાં 19 મીમી, મોરબી અને માળીયા મિયાણામાં 3 -3 મીમી વરસાદ નોંધાયો સુત્રો જણાવી રહ્યા છે

આજે ટંકારા તાલુકાના લજાઈ, વીરપર, હડમતિયા, ટંકારા, ધ્રુવનગર, હમીરપર, ઓટાળા, નાના ખીજડીયા સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટંકારામાં સાંજે 4 વાગ્યા સુધીમાં 19 mm વરસાદ નોંધાયો હતો.







