GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિચરતી અને વિમુક્ત જાતીના પડતર પ્રશ્નો બાબતે આગેવાનો સાથે સંકલન મિટીંગ યોજાઈ..

તા.૨૯/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જમીન, મકાન આધાર કાર્ડ સહિતના પ્રાથમિક પ્રશ્નો માટે જીલ્લા કલેક્ટરનું હકારાત્મક વલણ……

Rajkot: વિચરતી અને વિમુક્ત જાતીના લોકોને યાયાવાર મુશ્કેલીઓ વેઠવી ન પડે અને અન્ય સમાજ ની સાથે સભ્ય સમાજમાં ભળે અને સન્માન થકી પોતાનું જીવન ભોગવે તે હેતુથી વિચરતી અને વિમુક્ત જાતીના કાર્યકરો અને સમાજના આગેવાનો પ્રયત્નશીલ હોય છે. પરંતુ ઘણીવાર વહીવટી તંત્ર અને સમાજ ના પ્રશ્નો બાબતે તંત્ર સાથે ત્રુટી રહી જવાના કારણે પ્રાથમિક પ્રશ્નોનો નું નિરાકરણ આવતું નથી જેના કારણે વારંવાર રજુઆતો કરવામાં આવે છે જે રજૂઆતોને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિચરતી અને વિમુક્ત જાતીના દરેક સમાજના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા વહીવટી તંત્રને પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા, અને ટુંક સમયમાં તેનો યોગ્ય નિકાલ કરવા જીલ્લા વહીવટી તંત્રએ સાંત્વના પાઠવી હતી.

આ સંકલન બેઠકમાં વિચરતી અને વિમુક્ત જાતીના ઘર વિહોણા પરિવારોને ૧૦૦ચો. વાર ના રહેણાંક હેતુના પ્લોટ,આવાસ યોજના,અંત્યોદય રેશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના દરેક છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સૌને સાથે મળીને કાર્ય કરવા તેમજ વહીવટીતંત્રને પણ સંકલનમાં રહીને કાર્ય કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડો,નવનાથ ગવહણે તેમજ જિલ્લા વિકસતી જાતી કલ્યાણ ખાતાના અધિકારી જે.એ.બારોટ ઉપસ્થિત રહી વંચિતોની વેદના સાંભળી હતી અને સત્વરે તમામ પ્રશ્નો હલ થાય તે દિશામાં યોગ્ય કરવા સાંત્વના પાઠવી હતી.

સંકલન બેઠકમાં વિચરતી અને વિમુક્ત જાતીના કનુભાઈ બજાણીયા,દેવરાજ રાઠોડ,ગોપાલભાઈ રાવળ,જગદીશભાઈ વિરમગામા તેમજ અન્ય વિચરતી અને વિમુક્ત જાતીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે આગામી સમયમાં વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવશે:- જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ…. (બોક્સ)…..

Back to top button
error: Content is protected !!