ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી બેઠક લિંભોઈ ખાતે યોજાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી બેઠક લિંભોઈ ખાતે યોજાઈ

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી મીટીંગ લિભોઇ પ્રાથમિક શાળા મુકામે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અનિલભાઈ વિ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાવામા આવી હતી જેમાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી આશિષભાઈ પટેલ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને અન્ય હોદ્દેદારો તેમજ ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ તથા જિલ્લાના સૌ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં એજન્ડાના કામો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી અનુસંધાને દરેક તાલુકામાંથી સભ્ય સંખ્યાને ધ્યાનમાં રાખીને નામો આપવામાં આવ્યાં હતા.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમા અરવલ્લી જિલ્લામાંથી શ્રી જિગ્નેશભાઇ કે.ગોરને રાજ્ય પ્રતિનિધિ તરીકે બિનહરીફ જાહેર કરી તેમના સબળ નેતૃત્વ થકી અરવલ્લી જિલ્લો આગલી હરોળમાં રહે તે માટે જિગ્નેશભાઇ કે.ગોરને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો અને શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!