ભારતમાં નવી મહામારીએ દીધી દસ્તક, મગજ ખાઇ જનાર અમીબાનો કેરળમાં ત્રીજ કેસ નોંધાયા
વિશ્વ હજી કોરોના મહામારીના પ્રકોપને ભૂલ્યું પણ નથી. દુનિયાભરમાં હવે કોરોના જેવા વાઇરસ થકી જૈવિક હુમલાની ભીતિ વર્તાઈ રહી છે. આગામી વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બ અને જૈવિક હથિયારોનો ઉપયોગ થવાનો ભય સૌને સતાવી રહ્યો છે તેવામાં વિશ્વનું કેન્દ્રબિંદુ બની રહેલા અને સૌથી ઝડપી આર્થિક-સામાજિક ધોરણે વિકસતા ભારતમાં એક અજબ-ગજબ બિમારીએ દેખા દીધી છે. અવળચંડાઈઓ માટે વિશ્વવિખ્યાત ચીનના નજીકના પાડોશી કે, હવે દુશ્મન પણ ગણાતા ભારતમાં મગજને કોતરી ખાતી એક બિમારીએ હાહાકાર મચાવ્યો છે.
કેરળના કોઝિકોડ જિલ્લામાં એક છોકરો અમીબાના કારણે થતા દુર્લભ મગજના ચેપથી પીડિત છે, આ ચેપને અમીબિક મેનિન્ગોએન્સેફલાઈટિસ (Amebic Meningoencephalitis) કહેવાય છે. કેરળની એક ખાનગી હોસ્પિટલ દ્વારા આ કેસની જાણ સ્વાસ્થ્ય મંત્રાયણને કરવામાં આવી હતી. હાલમાં ગંભીર હાલતના આ બાળકને બેબી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે, મગજને કોતરી ખાતા અમીબાના જીવલેણ દુર્લભ ચેપનો આ ત્રીજો કેસ છે. સોમવાર 24 જૂનના રોજ આ છોકરાને બેબી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ ચેપની ઓળખ કરી હતી અને ત્યારથી તે તેની સારવાર કરી રહ્યા છે. આ જીવલેણ અમીબા ગંદા પાણીમાં જોવા મળે છે અને ગંદા પાણીમાં ન્હાવાથી અથવા ડૂબકી મારવાથી કોઈપણ વ્યક્તિ આ અમીબાના સંપર્કમાં આવતા તે શરીરમાં પ્રવેશી શકે છે અને આ બિમારીનો શિકાર બની શકે છે.
લક્ષણો
- વ્યક્તિને તાવ આવવો
- માથાનો દુખાવો
- ઉલટી અને ચક્કર
- સારવાર ચાલુ, હાલત ગંભીર
તબીબોએ બાળકની હાલત નાજુક હોવાનું જણાવ્યું છે. ડૉક્ટરો આ અમીબાના ચેપ વિશે વાત કરતા કહે છે કે, આ રોગથી મૃત્યુદર 95થી 100 ટકા છે. છોકરાની સારવાર કરી રહેલા ડૉક્ટરે જણાવ્યું કે આ રોગનું વહેલું નિદાન થયું હતું અને હોસ્પિટલમાં રોગની સારવાર માટે જરૂરી તમામ સાધનો હોવાથી તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી તેથી હાલ સ્થિતિ ગંભીર પરંતુ આંશિક કાબૂમાં છે.
અત્યાર સુધી આ બિમારીના 3 કેસ જ ડિટેક્ટ થઈ શક્યાં છે અને બિમારીથી અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. પહેલો કેસ મલપ્પુરમ ગામની પાંચ વર્ષની બાળકીમાં નોંધાયો હતો, જેનું મૃત્યુ 21 મેના રોજ થયું હતું. ચેપથી બીજું મૃત્યુ કન્નુરની 13 વર્ષની બાળકીનું 25 જૂનના રોજ થયું હતુ. આરોગ્ય વિભાગે લોકોને આ રોગથી બચવા સાવચેતી રાખવા જણાવ્યું છે. આ રોગ અગાઉ 2023 અને 2017માં રાજ્યના દરિયાકાંઠાના અલાપ્પુઝા જિલ્લામાં પણ જોવા મળ્યો હતો.