કાલાવડના ખાનકોટડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ ગયો
30 જુન 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જામનગર જીલ્લા શિક્ષણ ભવનમાંથી ડો. સંદિપભાઈ જાની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતાં. કાર્યક્રમની શરુઆત શાળામા પધારેલા મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામા આવી. પધારેલ મહેમાનોનુ પુસ્તક આપીને શાળા દ્વારા સ્વાગત કરવામા આવ્યુ.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજુ કરવામા આવ્યુ હતુ.આ તકે ડો.જાની સાહેબ દ્ધારા સરકાર દ્ધારા અપાતી શૈક્ષણિક યોજનાઓ વિશે માહીતી આપવામાં આવી..આ કાર્યક્રમમાં ગામના CRC સાજીદભાઈ મલેક,એસ.એમ.સીના સભ્યો, સરપંચ ,ગ્રામલોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહીને વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો. આ કાર્યક્રમને સફળ બનાવા માટે શ્રી મોટી માટલી પ્રાથમિક શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી તેમજ સમગ્ર કાર્યક્રમ ની યાદગીરી રૂપે વૃક્ષા રોપણ પણ કરાયુ..