AHAVADANG

ગુજરાત આદિજાતિનાં માજી ડિરેક્ટર બાબુરાવ ચૌર્યા દ્વારા એકલવ્ય મોડલ રે. શાળાઓમાં ડાંગનાં જ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટે અરજ કરાઈ..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં માજી ડિરેક્ટર બાબુરાવભાઈ ચોર્યા દ્વારા મુખ્યમંત્રીને અરજ કરી જણાવ્યુ છે કે ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળાઓમાં ડાંગ જિલ્લાનાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે ખાસ ધ્યાન આપવુ જોઈએ.આદિજાતિ (ST) ના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે, તેઓ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્ર હરીફાઈ કરી શકે તે માટે ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્ય આપવા માટે સરકાર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડન્સિયલ શાળાઓ શરૂ કરેલ છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ ઘણી શાળાઓ છે, પરંતુ વિધાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ મળતો હોવાથી ડાંગ જિલ્લાનાં સ્થાનિક વિધાર્થીઓ આ શાળાઓમાં પ્રવેશથી વંચિત રહેતા હોય છે.ડાંગ જિલ્લો ભૌગોલિક દષ્ટિએ સૌથી અલગ જિલ્લો છે.જે વધુ જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. અહીંના લોકો ખેતી અને છૂટક મજૂરી કરી આજીવિકા મેળવે છે.લોકો આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે પોતાના બાળકોને શિક્ષણની સારી સુવિધા આપી શકતા નથી.જેના કારણે વિધાર્થીઓ સારા ગુણ, ટકા મેળવી શકતા નથી અને મેરીટમાં પાછળ રહી જાય છે.આમ, જો એકલવ્ય મોડલ રેસડિન્સિયલ શાળાઓમાં ડાંગ જિલ્લાના સ્થાનિક વિધાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પ્રવેશ માટે કેટલીક જગ્યાઓને અનામત રાખવામાં આવે તો અહીંના ગરીબ, નિરાધાર, અને પ્રવેશથી વંચિત વિધાર્થીઓને પણ સારી શાળામાં અભ્યાસ કરવાની તક મળશે.ડાંગ જિલ્લામાં અગાઉ આશ્રમશાળા ચાલતી હતી.એના બદલે એકલવ્ય રેસીડન્સી મોડેલ સ્કૂલો ચાલુ કરેલ છે. અગાઉ આશ્રમશાળામાં ડાંગ જિલ્લાના જ છોકરા-છોકરીઓ અભ્યાસ કરતા હતા. જ્યારથી આશ્રમશાળાઓ એકલવ્ય રેસીડેન્સી મોડેલ સ્કૂલોમાં ફેરવવામાં આવેલ છે. ત્યારથી ડાંગ જિલ્લાના વિધાર્થીઓની સંખ્યા એકલવ્ય સ્કૂલોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે.અને બીજા જિલ્લાના વિધાર્થીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે.જો એકલવ્ય સ્કૂલોમાં ડાંગ જિલ્લાના વિધાર્થીઓને ભણતર માટે ૫૦% ટકા જેટલી જગ્યા ફાળવવામાં ન આવે તો ડાંગ જિલ્લાના વિધાર્થીઓનું ભવિષ્ય શું થશે ? જે જોવા અને જાણવા જેવી બાબત છે. ડાંગ જિલ્લાનાં વિધાર્થીઓની મેરીટ ટકાવારી અને બીજા જિલ્લાના વિદ્યાર્થીઓની મેરીટ ટકાવારી અલગ – અલગ હોવી જાઈએ.એકલવ્ય સ્કૂલોમાં જે ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ માત્ર ડાંગ જિલ્લાના ખેડૂતના વિધાર્થીઓ માટે જ ફાળવવામાં આવે છે.જેનો લાભ બીજા જિલ્લાના વિધાર્થીઓને મળે છે.જેથી ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. વધુમા જણાવ્યુ છે કે, ટી.એસ.પી.કચેરીમાં આવતી એકલવ્ય સ્કૂલના કર્મચારીઓ કોઈપણ સ્ટેશનરી ખરીદી કરે અથવા જમવાનું મેનુ પ્રમાણે જમવાનું મળે તથા અનાજ ખરીદી કરે તેમા અને જે જરૂરીયાત પ્રમાણે જે છાત્રાલયમાં સુવિધાઓ આપવામાં આવે છે એમાં મોટી ટકાવારી ટી.એસ.પી.કચેરીનાં કર્મચારીઓ લે છે.જેની વિજીલન્સ તપાસ ઝીણવટ પૂર્વક થાય એવી આદિજાતિના માજી. ડીરેકટર બાબુરાવભાઈ ચૌર્યાએ માંગ કરી હતી.તેમજ ડાંગ જિલ્લાના આદિવાસી વિધાર્થીઓના હિતમાં  યોગ્ય કાર્યવાહી કરવામાં અરજ કરવામાં આવી છે.ત્યારે આ બાબતે રાજય સરકાર ધ્યાન આપશે કે કેમ તે આવનાર દિવસોમાં જ માલુમ પડશે..

Back to top button
error: Content is protected !!