JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જૂનાગઢ જિલ્લાની ફેમિલી કોર્ટમાં કાઉન્સેલરની નિમણૂક કરાશે

ઇચ્છુક ઉમેદવાર ૮ જુલાઇ-૨૦૨૪ સુધીમાં અરજી કરી શકશે
જૂનાગઢ તા.૩૦ નામદાર ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ મુજબ ફેમિલી કોર્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ, ૨૦૨૩ અન્વયે જૂનાગઢ જિલ્લાની વિવિધ ફેમિલી કોર્ટ ખાતે કાઉન્સેલરની યાદી તૈયાર કરવાની હોઇ, જે માટેની કાઉન્સેલરની નિમણુંક અંગેની વિસ્તૃત જાહેરાત તથા અરજી ફોર્મ ડિસ્ટ્રીક્ટ કોર્ટ-જૂનાગઢની વેબસાઇટ https://junagadh.dcourts.gov.in તથા ફેમિલી કોર્ટ-જૂનાગઢની નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જ્યાથી કાઉન્સેલર તરીકેની કામગીરી કરવામાં રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો માહિતી મેળવી શકે છે. અરજી રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પોસ્ટથી ૦૮ જુલાઇ-૨૪ સાંજના ૦૬.૧૦ વાગ્યા સુધી સ્વિકારવામાં આવશે. ત્યાર બાદ આવેલ અરજીઓ ઉપર ધ્યાન આપવામાં આવશે નહિ, તેમ ફેમિલી કોર્ટ જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયું છે.





