ARAVALLIMEGHRAJ

મેઘરજ : SOG એ મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનની હદમાંથી નવાગામેથી ઝોલાછાપ ડોકટકર દબોચ્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : SOG એ મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનની હદમાંથી નવાગામેથી ઝોલાછાપ ડોકટકર દબોચ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવગામમાં બીમાર દર્દીઓ ને સજા કરવાને બદલે બીમાર પાડી દે તેવો એક નકલી ડોકટર ઝડપાયો છે.અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પીએસઆઇ એસ.જે.દેસાઈ અને તેમની ટીમ મેઘરજ ઇસરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા નવગામમાં ભાડાના મકાનમાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળતા નવાગામ ગામે હિતેશભાઈ કાવજીભાઈ નિનામાના દવાખાને એસઓજી ટીમ ત્રાટકી આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો ત્યારે નવાગામે તેઓ ભાડાના મકાનમાં મેડિકલ પ્રેક્ટિસ કરતો ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ હોવાનું જણાવી કોઈ પણ જાતની કોઈ જ ડીગ્રીવગર પ્રેક્ટિસ કરતો એલોપેથીક સારવાર કરતા સરકારી મેડિકલ ઓફીસની હાજરીમાં પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા તાલુકાના મેરવાડ ગામે રહેતો હિતેશ કાવજીભાઈ નિનામાં નામનો શખ્સ છેલ્લા કેટલા સમયથી મેઘરજ તાલુકાના ઇસરી નવાગામમાં લોકોની આંખોમાં ધૂળ નાખી અસલી તબીબ હોવાના રૂઆબ સાથે કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી બેફામ એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે નવાગામે નકલી તબીબ હિતેશ કાવજીભાઈ નીનામાં ને દબોચી લઈ તેની પાસેથી રૂ.૭૬૫૦/- નો વધુની દવાઓ અને તબીબ સાધનો જપ્ત કરી નકલી તબીબ સામે ઇસરી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-૪૧૯ તથા ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ની કલમ-૩૦ મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ ઇસરી પોલીસને સુપ્રત કરી હતી.

Back to top button
error: Content is protected !!