નર્મદા જિલ્લામાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ફારુક પટેલ તેમજ એસ.બી.ભેદી વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
આ સમારોહમાં નિવૃત્ત થતા બંને સબરજીસ્ટાર અધિકારીઓનું ઉપસ્થિતિ મહાનુભાવો, સ્ટાફ મેમ્બર, દસ્તાવેજ નોંધણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટેમ્પવેન્ડરો, વકીલો, બોન્ડ રાઇટરો, તથા સમાજના મોભીઓ દ્વારા પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓ તથા ઉપસ્થિત આમંત્રિતો દ્વારા બંને સબરજીસ્ટારની સેવાઓને બિરદાવી નિવૃત જીવન સુખ-શાંતિ સંતોષીથી પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.



