MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ઝૂપડામાં જાનવર કરડતા સાત વર્ષીય શ્રમિક માસૂમ બાળકનું મૃત્યુ 

TANKARA:ટંકારા ઝૂપડામાં જાનવર કરડતા સાત વર્ષીય શ્રમિક માસૂમ બાળકનું મૃત્યુ

 

 

ટંકારાના અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂપડામાં રહેતા શ્રમિક પરિવારના ૭ વર્ષના બાળકને રાત્રીના ભાગે ઉંઘમાં કોઈ ઝેરી જાનવર કરડી જતા પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા જ્યાં સારવાર દરમિયાન માસૂમ બાળકનું મૃત્યુ નિપજતા શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારામાં અમરાપર રોડ ઉગમણા નાકા પાસે નદીના કાંઠે ઝુપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયાનો ૭ વર્ષીય પુત્ર આસિફ કે જેને ગત તા.૨૯/૦૬ના રોજ રાત્રીના કોઈ ઝેરી જનાવર કરડ્યું હોય જેની જાણ સવારે આસિફ ઉઠ્યો ત્યારે પોતાના માતાપિતાને કરતા આસિફને ઝેરી અસર ચાલુ થઈ ગઈ હોય જેથી પ્રાથમિક સારવાર મોરબી સરકારી હોસ્પિટલમાં જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું..

Back to top button
error: Content is protected !!