GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના આજી-૨ ડેમમાં જળસ્તર જાળવવા એક દરવાજો ૦.૧૫ મીટર ખોલાયો

તા.૧/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

હેઠવાસના ગામોને નદી વિસ્તારમાં અવરજવર નહીં કરવા તાકીદ

Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલો આજી-૨ ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા ૧ દરવાજો ૦.૧૫ મીટર સવારે ૯.૧૪ કલાકે ખોલવામાં આવ્યો છે. આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર તથા ઉકરડા ગામોના લોકોને નદી વિસ્તારમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે.

આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ ૭૩.૭૬ મીટર છે. જ્યારે લેવલ ૭૨.૫ મીટર છે. ઈનફ્લો ૩૪૦ ક્યુસેક તથા આઉટ ફ્લો ૩૩૯ ક્યુસેક છે, તેમ નાયબ કાર્યપાલક ઈજનેર-ક્વોલિટી કંટ્રોલ, સબ ડિવિઝન નંબર-૧, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!