ANAND CITY / TALUKOGUJARAT

આણંદ નગરપાલિકા દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ નગરપાલિકા દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

તાહિર મેમણ – આણંદ – 01/07/2024- રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખ્જારા ગુજરાતને ઝીરો વેસ્ટ તરફ અગ્રેસર બનાવવાના ભાગરૂપે આણંદ ખાતે નગરપાલીકાના સહયોગથી ”સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત થકી ઝીરો વેસ્ટ તરફ” પહેલની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આણંદ ખાતે જિલ્લાના અધિકારીશ્રીઓની ઉપસ્થગિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ તાલીમમાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓશ્રીઓને સંબોધતા કહ્યું કે, જિલ્લાના તમામ નગરપાલિકાએ ઝીરો વેસ્ટની દિશામાં આગળ વધીને આણંદ જિલ્લો સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૪માં સારું રેટિંગ પ્રાપ્ત કરે તે માટે સ્વચ્છ ભારત મિશન (S B M – 2.0) પર ધ્યાન કેન્દ્રીત કરી તે અનુરૂપ કામ કરવુ પડશે.

તેમણે વધુમાં સ્વચ્છતા ક્ષેત્રે શહેરી વિસ્તારમાં જે રીતે કાર્ય થાય તે જ રીતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી થાય તે માટે પણ સ્વચ્છ ભારત મિશન (S B M – 2.0) ના માપદંડો ઉપરાંત નિર્મળ ગુજરાત 2.0 ના માપદંડોને ધ્યાનમાં રાખવા જણાવ્યું હતુ. આ એક દિવસના તાલીમમાં ભાગ લીધેલ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને તાલીમનો હેતું સમજાવી આણંદ જિલ્લો સ્વચ્છતાના ક્ષેત્રે આગળ વધે તેવી નેમ સાથે કાર્ય કરવા જણાવ્યું હતુ.

એક દિવસીય તાલીમમાં સેપ્ટ યુનિવર્સિટી તથા અર્બન મેનેજમેન્ટ સેન્ટરના વક્તાઓએ સ્વચ્છ ભારત અભિયાન ૧.૦ અને ૨.૦ના માપદંડો તથા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ અને સ્વછતા પોર્ટલની સમજ આપી હતી. આ ઉપરાંત નિર્મળ ગુજરાત ૨.૦, ગાર્બેઝ ફ્રી સર્ટિફિકેશન સ્ટાર રેટિંગ અને ઓ.ડી.એફ. સર્ટિફિકેશન માટે પણ વિસ્તૃત ચર્ચા કરીને જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.

Back to top button
error: Content is protected !!